#America / ટ્રમ્પની ત્રાડ: શપથ પહેલા હમાસ બંધકોને નહીં છોડે તો મીડિલ ઈસ્ટમાં તબાહી
દુનિયાનાં શંકી તનાશાહની હરોળમાં ક્યારેક ક્યારેક જોવામાં આવે તેવા નવ નિયુક્ત US પ્રેસિડન્ટ મિસ્ટર ડેનાલ્ડ ટ્રમ્પે પોતાનાં સ્વભાવ પ્રમાણે વર્તન કરી ખોંખારો ખાઈને તમામનાં જીવ પડીકે બંધાવી દીધા છે. જી હા, મારા શપથ પહેલા જો ઈઝરાયલના બંધકોને હમાસ નહીં છોડે તો મીડિલ ઈસ્ટમાં તબાહી લાવી દઇશ એવી ખુલ્લી ધમકી આપી ટ્રમ્પ દ્વારા ત્રાડ પાડવામાં આવી છે. ટ્રમ્પની ત્રાડથી સમગ્ર મિડલ ઇસ્ટ પર ચિંતાનું વાતવરણ જોવામાં આવી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા લોકોને 20 જાન્યુઆરી પહેલા એટલે કે ટ્રમ્પની અમેરીકાનાં પ્રમુખ પદનાં શપથ પહેલા છોડવામાં નહીં આવે તો તે મધ્ય પૂર્વમાં તબાહી મચાવી દેશ. ઈઝરાયેલના આંકડાઓ અનુસાર ગયા વર્ષે ઈઝરાયેલ પર હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ-અમેરિકન નાગરિકો સહિત 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા.
ગાઝામાં હજુ પણ રાખવામાં આવેલા 101 વિદેશી અને ઇઝરાયેલી બંધકોમાંથી અડધા જીવંત હોવાનો અંદાજ છે. આ તરફ હમાસે બંધકોની મુક્તિ અને ગાઝામાંથી ઇઝરાયેલની સંપૂર્ણ પીછેહઠના બદલામાં યુદ્ધ સમાપ્ત કરવાની માંગ કરી છે. જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે, જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં પણ બંધકોની મુક્તિ માટે નેતન્યાહુ વિરુદ્ધ વિરોધનો અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આ દરમિયાન સોમવારે હમાસે કહ્યું કે, ગાઝામાં 33 બંધકો મૃત્યુ પામ્યા છે, જોકે તેમણે તેમની રાષ્ટ્રીયતા જાહેર કરી નથી.