૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Gujarat #Top News

માસ્તરોએ માજા મુકી; 50થી વધારે લોકો સાથે 100 કરોડથી વધારેની કરી છેતરપિંડી

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક લોકોના 6000 કરોડ રૂપિયા ચાઉં કર્યા હોવાની ઘટના હજી તો તાજે તાજી છે અને સમગ્ર ઉત્તર ગુજરાતને હચમચાવી દીધું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ કરવાની લાલચ આવીને હજારો લોકો સાથે છેતરપિંડી આચરી હતી. કહેવા છે ને ભૂકંપ આવ્યા પછી આફટર પણ ખતરનાક હોય છે. બસ આવી જ રીતે ફરી  ઉત્તર ગુજરાતમાં વધુએ કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડીમાં એક શિક્ષક દંપતી અને તેના બનેવી દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાનું ઉઠમણું કર્યાની ઘટના સામે આવી છે.

આ રીતે બહાર આવ્યું કૌભાંડ
આશેર 15 દિવસ પહેલાં કડીના સુજાતપુરા રોડ પર આવેલી ન્યૂ શ્યામ ધરતી સીટી સોસાયટીમાં રહેતા હાર્દિક પટેલે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો, જેમાં તેને મૂળ વિજાપુર તાલુકાના જેપુર ગામના વતની અને દેત્રોજ તાલુકાના શોભાસણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં દંપતી અને તેના બનેવીએ 8 કરોડથી વધુની છેતરપિંડી આચર્યાનો ઉલ્લેખ કર્યો છે. એ મામલે શોભાસણ પ્રાથમિક શાળામાં શિક્ષક સુધાબેન કનૈયાલાલ પટેલ અને તેમના પતિ કનૈયાલાલ મણિલાલ પટેલ તેમજ કનૈયાલાલ પટેલના બનેવી કનૈયાલાલ શાકાભાઈ પટેલ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

માસ્તરોએ માર્યો કરોડોનો ધુમ્બો
યુવકની ફરિયાદ પ્રમાણે આ શિક્ષક કપલ કડીના ધરતી સિટીમાં આવેલા શ્યામ વિભાગમાં રહે છે. શિક્ષક સુધાબેન કનૈયાલાલ પટેલ અને તેમના પતિ કનૈયાલાલ મણિલાલ પટેલ અને તેમના બનેવી કનૈયાલાલ શાકાભાઈ પટેલ દ્વારા હાર્દિક પટેલેને મિલકતમાં રોકાણ કરી સારો નફો મેળવવાની લાલચ આપીને ધીમે ધીમે કરીને 8 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી.

આવી આપી હતી લોકોને લાલચ
હાર્દિક પટેલે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ જાતે પણ તપાસ કરી હતી. જેમાં કનૈયાલાલ મણિલાલ પટેલે ગાંધીનગરના રતનપુર ખાતે વિવિધ જગ્યાઓએ જમીનો લીધેલી હોવાનું પણ જાણવા મળ્યું હતું. કનૈયાલાલ મણિલાલ પટેલે અલગ અલગ જગ્યાએ જમીનો અને મકાન ખરીદી માટે 50થી વધારે લોકો પાસેથી 100થી 125 કરોડ રૂપિયા લીધા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે 15 દિવસ પહેલા કડી પોલીસ મથકે ત્રણે સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

માસ્તર દંપતી ફરાર
મળતી માહિતી પ્રમાણે કનૈયાલાલ પટેલ દ્વારા વિરમગામ, માંડલ અને દેત્રોજની પ્રાથમિક શાળાઓમાં 50 લાખથી પણ વધુનું દાન આપી મોભો જમાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી નાખી ફરાર થઈ ગયા છે.શિક્ષક દંપતી ફરાર થયા પહેલા સંબંધીના હાથે સ્કૂલના આચાર્ચને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ બાબતે મહેસાણા LCB દ્વારા તપાસ શરું કરી દીધી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *