#Cricket / ઓસ્ટ્રેલિયામાં કોહલીની બ્રેઈન લારાનાં રેકોર્ડ તોડવા તરફ નજર, જાણો શું છે રેકોર્ડ
કોહલી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ફોર્મમાં રમી રહ્યો છે. પ્રથમ ટેસ્ટમાં સારુ પ્રદર્શન કરતા કહી શકાય કે કોહલી પાસે એડિલેડમાં રમાનારી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવવાની અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાની ઉત્તમ તક છે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 143 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 100* રનની ઇનિંગ રમી હતી. હવે, જો કોહલી એડિલેડમાં રમાનારી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં 102 રન બનાવશે તો તે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવશે અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રાયન લારાનો રેકોર્ડ તોડી નાખશે.
હાલમાં એડિલેડ ઓવલમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર કોહલી ત્રીજો બેટ્સમેન છે. કોહલીએ અત્યાર સુધી 509 રન બનાવ્યા છે. આ યાદીમાં બીજો નંબર વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન સર વિવિયન રિચર્ડ્સનો છે. સર વિવિયન રિચર્ડ્સે આ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં 552 રન બનાવ્યા છે. ત્યારબાદ બ્રાયન લારા નંબર વન પર છે. લારાએ 611 રન બનાવ્યા છે. હવે કોહલીને લારાનો રેકોર્ડ તોડવા અને એડિલેડમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે 102 રનની જરૂર છે. વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ તોડવા માટે કોહલીને માત્ર 44 રનની જરૂર છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કોહલી એડિલેડમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે કે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 119 ટેસ્ટ રમી છે. આ મેચોની 203 ઇનિંગ્સમાં તેણે 48.13ની એવરેજથી 9145 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે, જેમાં હાઈએસ્ટ સ્કોર 254* રન છે. કોહલીએ જૂન 2011માં કિંગ્સટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું.