#Vadodara / ફરી વિવાદમાં આવી MS યુનિવર્સિટી; આઉટસોર્સિંગ મામલે હોબાળાનો અંદેશો
#Vadodara / MS University in controversy again; Outsourcing issue expected
વડોદરની MS યુનિવર્સિટી અને વિવદને જૂનો નાતો હોય તેવી રીતે કોઇને કોઇ કારણે વિવાદ ઉભા થાય જ કરે છે. ક્યારેક વિદ્યાર્થી મામલે તો ક્યારેક ફેક્લટી કે હોસ્ટેલ કે અન્ય અનેક મામલે ભૂતકાળમાં MS યુનિવર્સિટીનું નામ સમાચારોમાં ગુંજતુ રહ્યું છે. થોડા દિવસની શાંતી પછી ફરી MS યુનિવર્સિટીમાં હંગામો થાય તેવી વિગતો સામે આવી રહી છે. જી હા MS યુનિવર્સિટી દ્વારા સ્ટાફની નિમણુંકનું આઉટસોર્સિંગ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. અહીં વિવાદ થાય તેવો મુદ્દો એ છે કે, નવા આઉટસોર્સિગનાં કારણે 125 હંગામી કર્મચારીઓ બેઘર થવાની સ્થિતિ જન્મી છે. યુનિ માં કર્મચારીઓની ભરતીનું કામ યુનિ એ ખાનગી કંપનીને સોંપ્યું છે. હંગામી કર્મચારીઓને આપવામાં આવેલ ક્વાટર્સ ખાલી થશે ? વિષય ચર્ચામાં છે કે, શું યુનિ. સત્તાધીશો ક્વાટર્સ ખાલી કરાવશે? જો આવું થાય જે થવાની પૂર્ણ સંભાવના છે તો વર્ગ 3 અને 4ના કર્મચારીઓ ક્યા જશે તેવા પ્રશ્નો ઊભા થયા છે. આ આઉટસોર્સિંગ – નવી ભરતી – જૂના કર્મચારી અને તેને ફળવેલા નિવાસોનાં મામલે આગામી સમયમાં MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવે તેવી ભીંતી જોવામાં આવી રહી છે.
follow us on….
WhatsApp Channel: https://shorturl.at/vLGk1
YouTube: https://youtube.com/@bharattimesnewslive
Instagram: https://www.instagram.com/bharattimes.news
Facebook Page: https://www.facebook.com/bharattimesnewsdigital
X: https://x.com/BharatTimesN
Website: Bharattn.com