દીવના વણાકબારા ખાતે ગ્રામસભાનું આયોજન
દીવના વણાકબારા ખાતે મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું. સરપંચની અધ્યક્ષતામાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમા વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. ગ્રામ સભામાં લોકોને સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી. આ પ્રસંગે રાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયતના સભાસદો, માછીમાર એસોસિયેશન, પિલાણી એસોસિએશન, આગેવાનો અને ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા.