૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Gujarat #Top News

GPSC ચેરમેનનાં નામનું ફેક ટેલિગ્રામ એકાઉન્ટ અને તેના ફોટો દ્વારા પોન્ઝી સ્કીમરો દ્વારા નાગરિકોને છેતરવાનો પ્રયાસ

ગુજરાતમાં જેનો પણ વિકાસ થાય તે અપ્રતિમ થાય છે. પોન્ઝી સ્કીમનું પણ આવું હોય તેવું હાલનાં સમયમાં સામે આવી રહેલી ઉપરા છાપરી વિગતો દ્વારા પ્રતિત થઈ રહ્યું છે. પોન્ઝી સ્કીમરો કેવી રીતે સામાન્ય માણસને પોતાની માયાજાળમાં ફસાવે છે તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. જે સરકારી અધિકારી કે જેમનાં નામથી ભલભલા ક્રિમીનલો કાંપે છે પોન્ઝીગરો એ તેમના જ નામનો ઉપયોગ કર્યો હોવાની વિગતો સામે આવતા, તે વાત ચોક્કસ છે કે ગુજરાતમાં ક્યાં ને ક્યાં તંત્ર ઉણું પડી રહ્યું છે. 

સોશિયલ મીડિયા પર પોન્ઝી સ્કીમનો પ્રચાર કરવા માટે ભૂતપૂર્વ IPS અધિકારી અને વર્તમાન GPSC ચેરમેન હસમુખ પટેલના નામ અને ફોટાનો ઉપયોગ કરતું નકલી ટેલિગ્રામ એકાઉન્ટ પ્રકાશમાં આવ્યું છે. સ્કીમ ટૂંકા ગાળામાં ચાર ગણું રોકાણ કરવાનો ખોટો દાવો કરે છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, નિવૃત્ત IPS અધિકારીએ જણાવ્યું હતું કે, “મારા ટ્વિટર એકાઉન્ટની માહિતીનો ઉપયોગ કરીને નકલી ટેલિગ્રામ એકાઉન્ટ બનાવનાર વ્યક્તિ વિરુદ્ધ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.”

ટેલિગ્રામ પરના છેતરપિંડીવાળા એકાઉન્ટે પટેલની ઓળખનો ઉપયોગ કરીને “ચાર માટે એક” યોજનાનો પ્રચાર કરતી ભ્રામક જાહેરાતો પોસ્ટ કરી હતી. સ્કેમર્સ દ્વારા આ નવી મોડસ ઓપરેન્ડીમાં નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ બનાવવા અને પીડિતોને લલચાવવા માટે ભ્રામક ઓફર પોસ્ટ કરવાનો સમાવેશ થાય છે. પોલીસે આ છેતરપિંડીની પ્રવૃત્તિ પાછળના ગુનેગારોને ઓળખવા માટે તપાસ શરૂ કરી છે.

 

યુવા નેતા જાડેજા દ્વારા તેમના સોશિયલ મીડિયા પર આ બાબત પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને લોકોને ચેતવણી આપવામાં આવી છે કે,  “કૌભાંડીઓથી સાવધ રહો. છેતરપિંડી કરનારાઓ ટેલિગ્રામ પર નકલી સ્કીમનો પ્રચાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વર્તમાન GPSC અધ્યક્ષ, ભૂતપૂર્વ IPS હસમુખ પટેલના નામ અને ફોટાનો દુરુપયોગ કરી રહ્યા છે. સતર્ક રહો અને સુરક્ષિત રહો.”

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *