જર્મનીનો નાગરિક અને ભારતમાં 4 વખત બની ગયો MLA ! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો; આવું તો આપણે ત્યાં જ થાય હો!
આપણા કહેવાતા મોટા મોટા પક્ષો અને કહેવાતા મોટા મોટા નેતાઓને તમે નાગરિકતા મામલે બબાલ અને સંસદ સુધા ખોરવતા જોયા જ હશે… એ અલગ વાત છે કે જે મામલે દેશ આખાનાં આ કહેવાતા મોટા પક્ષો ચકડોળે ચડાવે છે તેની નાગરિકતા કઈ તે કદી સાબિત થતું ન હોય… પરંતુ અહીં એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તે કોઇ વિદેશી નાગરિક (તે પણ સાબિત થયા છે) આપણા દેશમા કોઇ રાજ્યમાંથી વિધાનસભાની ચૂંટણી લડે અને તે ચૂંટાઇ અને વિધાનસભ્ય પણ બની જાય અને તે પણ એક વખત નહીં ચાર-ચાર વખત….
તેલંગાણા હાઈકોર્ટે સોમવારે (09 ડિસેમ્બર, 2024) કોંગ્રેસ નેતા આદિ શ્રીનિવાસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ચૂકાદો આપતાં કહ્યું કે કે. ચંદ્રશેખર રાવની પાર્ટી બીઆરએસના ભૂતપૂર્વ ધારાસભ્ય ચેન્નમનેની રમેશ જર્મન નાગરિક છે અને તેણે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો અને વેમુલાવાડા બેઠક પરથી ચૂંટણી લડવા માટે પોતાને ભારતીય નાગરિક તરીકે રજૂ કર્યા હતા.
કોર્ટે જણાવ્યું હતું કે રમેશ જર્મન એમ્બેસીના દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયો હતો જે પુષ્ટિ કરે છે કે તે હવે તે દેશનો નાગરિક નથી. કોર્ટે તેના પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેમાંથી 25 લાખ રૂપિયા શ્રીનિવાસને આપવામાં આવ્યા છે, જેની સામે રમેશ નવેમ્બર 2023ની ચૂંટણી હારી ગયો હતો.
આ પણ વાંચો : GPSC ચેરમેનનાં નામનું ફેક ટેલિગ્રામ એકાઉન્ટ અને તેના ફોટો દ્વારા પોન્ઝી સ્કીમરો દ્વારા નાગરિકોને છેતરવાનો પ્રયાસ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, શ્રીનિવાસે કહ્યું, “પૂર્વ ધારાસભ્ય ચેન્નામનેની રમેશ પર સખત પ્રતિક્રિયા. જર્મન નાગરિક તરીકે ખોટા દસ્તાવેજોના આધારે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રમેશ પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : તાંત્રિક ભૂવા નુવલસિંહ ચાવડાનું પોલીસ કસ્ટડીમાં મોત; 12 નો જીવ લીધાની મારતા પહેલાં કરી કબૂલાત
રમેશ અગાઉ વેમુલાવાડા બેઠક પરથી ચાર વખત જીત્યા હતા. 2009 માં તેલુગુ દેશમ પાર્ટીની ટિકિટ પર અને ફરીથી 2010 થી 2018 સુધી ત્રણ વખત, જેમાં પક્ષ બદલ્યા પછી યોજાયેલી પેટાચૂંટણીનો સમાવેશ થાય છે. કાયદા અનુસાર, બિન-ભારતીય નાગરિકો ચૂંટણી લડી શકતા નથી કે મતદાન કરી શકતા નથી.
બોલો કરો વાત, હવે કહો કે આમા કોની ભૂલ છે તે કહેવું. પાર્ટીની, નેતાની, ઈલેક્શન કમિશનની કે આને દેશનું દુર્ભાગ્ય ગણવું. જો કે આપણું ન્યાય તંત્ર કોઈને કોઈ રુપે આપણા રામ રાજ્યની રક્ષા કરતું રહે છે તે સુખદ બાબત ગણી શકાય. રામ રાજ્ય એટલે તે જે તમે વિચારો છો તે નહીં પણ રામનાં ભરોસે ચાલતું રાજ્ય તેવો મતલબ કરવો અહીં વ્યાજબી ગણાશે.