#Fire / અમદાવાદ – અંક્લેશ્વરમાં આગની 3 ઘટના, પારાવાર નુકશાની છતા જાનહાની નહીં હોવાથી રાહ
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે ટ્રક ચાલક આગળની કેબીન નાં ભાગે વેલ્ડીંગ કામ કરાવી રહ્યો હતો, તે દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા એક ફાયર બ્રિગેડ સાથે ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગની આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગની અન્ય એક ઘટના અમદાવાદનાં સનાથલ ચાંગોદર રોડ પર નવાપુરા બ્રિજ નીચે બની હતી. ટ્રકની નીચે બાઇક આવી જતાં આગ લાગવાની ઘટના બની હતી. ટ્રકની નીચે બાઇક આવી જવા છતાં પણ ટ્રકચાલકે બાઈક ને દુર સુધી ઘસેડતા આગ લાગી હતી. ટ્રકચાલક ની બેદરકારીને આધારે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદની વટવા GIDC ફેઝ 1 માં આવેલી અલકેશ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ફેક્ટરીમાં સોલવન્ટ નામનું કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ હતી. જેના કારણે દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ઉચ્ચ અધિકારીઓ સહિત 16 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ ઉપર કાબૂ મેળવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. આ ઘટના માં એક વ્યક્તિ ને ઇજા પહોંચી હતી જેને હાલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે.