Surendranagar: સરા ગામમાં આધારકાર્ડ સેન્ટરની ફાળવણી કરવા માંગ કરાઇ | Bharat Times News
મુળી તાલુકાના સરા ગામમાં આધારકાર્ડ સેન્ટરની ફાળવણી કરવા માંગ કરાઇ છે. લોકોને આધારકાર્ડની કામગીરી માટે હળવદ તાલુકાના સેન્ટર ખાતે જવું પડે છે. કેટલી વખતે આધારકાર્ડની કામગીરી માટે ગામથી 30 કિમી દૂર જવા છતાં લોકોનું કામ થતું નથી. જેથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સરા ગામમાં એક આધારકાર્ડ સેન્ટરની ફાળવણી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માગ કરવામાં આવી છે.