Botad : જિલ્લાના ગઢડાના ઢસામાં પોલીસ દ્વારા બાયોડિઝલનો જથ્થો ભરેલ ટેન્કર ઝડપ્યુ
બોટાદ જિલ્લાના ગઢડાના ઢસા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને જવલનશીલ પ્રવાહિનો વેપાર થતો હોય તેવી બાતમી મળી હતી. જેથી ઢસા પોલીસ ગઢડા તાલુકાના પાટણા ગામની સીમમાં આવેલ જય કોટન જીનીંગમાં તપાસ કરતા પાછળના ભાગે એક ટેન્કર મળી આવેલ. જેથી ઢસા પોલીસે ટેન્કરને ચેક કરતા ટેન્કરમાં જવલનશીલ પ્રવાહી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ટેન્કર ને ઢસા પોલીસ સ્ટેશને લાવેલ અને ગઢડા મામલતદાર તેમજ પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતા મામલતદાર તેમજ પુરવઠા વિભાગના કર્મચારીઓ ઢસા પોલીસ સ્ટેશન પહોચીને તપાસ કરતા ટેન્કરમા 15000 લીટર જવલનશીલ પ્રવાહી બાયોડિઝલ હોવાનું સામે આવ્યું હતું. જેની કિમત રૂપિયા 10.80 લાખ થતી હોવાનું જણાવેલ.