Surat : એક જ દિવસમાં બે અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા
સુરતમાં એક જ દિવસમાં બે અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પીપી સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું કર્યું હતં. જેમાં બે મુસ્લિમ દીકરીઓ દ્વારા નિકાહ પઢવામાં આવ્યા હતા. તો બીજી તરફ આહીર સમાજ દ્વારા 20 પિતા વિહોણી સહિત 189 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું હતું. પીપી સવાણીના પિયરિયું સમૂહલગ્નના આયોજનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ મોરારી બાપુ સહિતના સંતો પણ આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા.