Savli : કરચીયા રોડ પર હુસેની ખીદમતે કમિટી દ્વારા બીજો સમૂહ લગ્નનું આયોજન
સાવલી કરચીયા રોડ પર હુસેની ખીદમતે કમિટી દ્વારા બીજો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. સમારોહમાં 11 જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મ મુજબ લગ્ન કર્યા. કમિટી દ્વારા ઘર વખરીનો સામાન આપવામાં આવ્યો હતો. સમુહ લગ્નમાં ગામના આગેવાનો, ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર અને ગુજરાત વકફ કમિટીના મેમ્બર, જિલ્લા પંચાયત સદસ્ય, પાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.