Garbada : દેવધા ગામે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન
ગરબાડા તાલુકાના દેવધા ગામે હાફેશ્વર પાણી પુરવઠાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા ખેડૂતોના પાકને નુકશાન.
ખેતરમાં પસાર થતી હાફેશ્વર પાણી પુરવઠાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા એક માસથી પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયું છે. છતાં તંત્ર દ્વારા પાઇપ લાઇનને રિપેર કરવામાં આવી નથી. જેને લઈ વહેલી તકે પાઇપ લાઇનમાં કામગીરી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.