Amreli : કાકડીયા પરિવાર દ્વારા ચલાલામાં સ્નેહમિલનનું આયોજન
ધારી તાલુકાના ચલાલામાં કાકડીયા પરિવાર દ્વારા સ્નેહમિલન યોજાયું. જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આગેવાનનું સ્વાગત કરવામાં આવ્યું. સાથે ધારાસભ્ય જે.વી કાકડીયાનું સન્માન કરાયું હતું. જેમાં સમાજના યુવાનો વધારેમાં વધારે અભ્યાસ કરે તેમ જ માત્ર ભૂમિનુ ઋણ ચૂકવે તેવી આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી..