Dhandhuka : રાયકામાં 7.97 લાખના વીજ વાયરોની ચોરી કરનાર ચોરો ઝડપાયા
ધંધુકાના રાયકામાંથી પસાર થતી લાઈનમાંથી રૂ. 7.97 લાખના વાયરોની ચોરી કરનાર શખ્સની અટકાયત. વાયરોની ચોરીમાં 1 શખ્સ પકડાયો. જ્યારે અન્ય 3 લોકોને વોન્ટેડ જાહેર કરાયો છે. .
ધંધુકાના રાયકાથી હરિપુરા તરફ જતી જેટકોની ૪૦૦ કેવી હેવી લાઈનના વીજ વાયરોને કાપી ચોરી કરવાની ફિરાકમાં વાયરોનો જથ્થો આઈસર ટૂંકમાં ભરી આરોપીઓ ભાગી રહ્યા હતા. ત્યારે આઈસર ટ્રક કાદવમાં ફસાતા સમગ્ર ચોરીનો ભાંડો ફૂટયો હતો. ઘટનાની જાણ થતાં ધંધુકા પોલીસ, જેટકોના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પોલીસ મથકમાં 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે એક ઇસમને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.