Amreli : જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર સિંહોની અવરજવર કરવાની ઘટનાઓ યથાવત
અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર સિંહો અવરજવર કરવાની ઘટનાઓ યથાવત છે. ભૂતકાળમાં અનેક સાવજો ટ્રેન અડફેટે મોતને ભેટ્યા છે, ત્યારે વધુ બે મોટી ઘટનાઓ બનતી અટકતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક ઉપર રાજુલા સિટી સેક્સન વિસ્તારમાં 5 સાવજો ટ્રેક ઉપર આવતાં જતાં ટ્રેનચાલકે ઇમરજન્સી બ્રેક મારી સાવજોને બચાવ્યા હતા.