#vadodara : ભાજપના કાર્યક્રમમાં જૈન મુનિનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા શહેર ભાજપ કાર્યાલયના વાસ્તુપૂજન કાર્યક્રમમાં જૂજ નેતાઓની હાજરીને લઈ જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરજી મહારાજે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સૂર્યસાગર મહારાજે કહ્યું કે કોંગ્રેસના કાર્યક્રમમાં તો ચમચા નજરે પડે છે. અહીં તો કોઈ નજર જ નથી આવતા. આ બાબતે તેમણે કહ્યું હતું કે ભાજપ હાઇકમાન્ડ આના પર ધ્યાન આપે. આ ભાજપને નીચે પાડનારા લોકો છે. આના પર એક્શન લેવી જોઈએ. આચાર્ય સૂર્યસાગર મહારાજે કરેલા આ નિવેદન બાબતે કોંગ્રેસે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો હતો.