#Vadodar : મહિલાઓ માટે ‘કવિન્સ મેરેથોન’નું આયોજન કરવામાં આવ્યું
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા સુરક્ષિત વડોદરા શીર્ષક હેઠળ મહિલાઓ માટે “કવિન્સ મેરેથોન”નું આયોજન કરવામાં આવ્યું. અકોટા દાંડિયાબજાર બ્રિજ સોલાર પેનલ ખાતેથી મહારાણી રાધિકા રાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં ક્વિન્સ મેરેથોનનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. જેમાં શહેર પોલીસ મહિલા કર્મચારીઓ અને શી ટીમ પણ જોડાઇ હતી.