#Vadodara : જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન દ્વારા રોયલ કરાટે કપનું આયોજન કરાયું
વડોદરામાં જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન દ્વારા રોયલ કરાટે કપ -2024નુ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું.
જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોના સાથે જ ગુજરાતના આઠ જિલ્લામાંથી 850 જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવેલા 16 વર્ષથી ઉપરના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.