#Gandhinagar : ગિફ્ટ સિટી ખાતે ડ્રગ્સ ફ્રી ફ્યુચર મેરેથોન રનનું આયોજન
શિલ્પ ગ્રુપ અને સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ડ્રગ્સ ફ્રી ફ્યુચરની ત્રીજી આવૃત્તિ સંદર્ભે મેરેથોન દોડ યોજવામાં આવી હતી. આ વર્ષની દોડ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફિલ્મ અભિનેતા સોનુ સૂદ જોડાયા હતા. જેમણે ફ્લેગ ઓફ કરી મેરેથોન દોડનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ડ્રગ્સ ફ્રી ફ્યુચર મેરેથોન રનનું ફિલ્મ અભિનેતા સોનુ સુદનાં હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષની ઇવેન્ટનો ઉદ્દેશ પાર્ટિસિપન્ટ્સને તંદુરસ્ત, ડ્રગ મુક્ત ભારત માટેની મુવમેન્ટમાં જોડાવા માટે પ્રેરિત કરીને એક નવો માપદંડ સ્થાપિત કરવાનો હતો. આ વર્ષની દોડ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સોનુ સૂદ જોડાયા હતા. સમાજમાં તેમના અપાર યોગદાન માટે જાણીતા તેમનું સંગઠન યુવાનોને સ્વસ્થ, વધુ હેતુપૂર્ણ જીવન જીવવા માટે મિશન ઓફ અમ્પારવરીંગને વિસ્તૃત કરી રહ્યું છે. સોનુ સુદ ખાસ ઉપસ્થિત રહી મેરેથોન દોડમાં ભાગ લેનાર દરેક ઉત્સાહિત અને પ્રોત્સાહિત કર્યા હતા.