Bhuj ટાઉન હોલ એવોર્ડ વિતરણનું આયોજન, 470 લોકોને એવોર્ડથી સન્માનિત કરાયા
કચ્છમાં આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી દ્વારા વાર્ષિક એવોર્ડ વિતરણનું આયોજન કરાયું. મુંબઈ મુખ્ય કાર્યાલયથી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઇ. ભુજ ટાઉન હોલ ખાતે આશરે 1 હજાર જેટલા કર્મચારીઓ સહભાગી થયા હતા. વર્ષ દરમ્યાન પ્રશંશનિય કામગીરી કરનાર 470 જેટલા લોકોને એવોર્ડથી સન્માનિત કરાયા હતા.