#Dhodka : વટામણ ચોકડી પર દબાણને લીધે ટ્રાફિકની સમસ્યાને કારણે લોકોને હાલાકી પડી
ધોળકાના વટામણ ચોકડી સર્કલ પર ટ્રાફિકજામની સમસ્યાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. વટામણ ચોકડી પર લારી-ગલ્લા અને કેબીનોના કારણે ટ્રાફિકજામ સમસ્યા જોવા મળી રહી છે. રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી ખરીદી કરતા જતા રહે છે. વટામણ ચોકડી પર ઘણીવાર મોટા અકસ્માત સર્જાયેલા છે. જેથી તંત્ર દ્વારા આ દબાણ દૂર કરે તેવી લોકમાગ ઊઠી છે.