#Jafrabad : VHP અને બજરંગદળ દ્વારા ગીતા શૌર્ય યાત્રાનું આયોજન કરાયું
અમરેલીના જાફરાબાદમાં ગીતા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદ વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ તેમજ માતૃશક્તિ અને દુર્ગાવાહીની અને RSS તેમજ સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા ગીતા જયંતી પર્વ સાથે ગીતા શૌર્ય યાત્રાનું આયોજન જાફરાબાદ કોળી સમાજની વાડીથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ગીતા શૌર્ય યાત્રા જાફરાબાદની અલગ અલગ શેરી અને બજારમાં ફરી હતી. જેમાં હિન્દૂ સમાજના સંગઠનના ગ્રુપ અને મંડળો સહીત તેમજ જાફરાબાદ શહેરના વિવિધ હિન્દૂ સમાજના આગેવાનો જોડાયા હતા.