૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

#Important / PM કિસાન યોજનાની અરજી માટે નવા વર્ષથી ફાર્મર આઈડી નંબર ફરજિયાત

પીએમ કિસાન યોજનાની અરજી માટે 1 જાન્યુઆરી 2025થી ફાર્મર આઈડી નંબર ફરજિયાત
ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી નંબર ફરજિયાત કરવામાં આવ્યો છે. પોર્ટલ પર સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી નંબર એટલે કે, ખેડૂત નોધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે. પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ હવે ખેડૂત મિત્રોએ યાદ રાખવાનું છે કે આના માટે ફાર્મર આઈડી નંબર જરૂરી હોય છે.

Farmer ID number mandatory for PM Kisan Yojana application from 1 January 2025
The Government of India is registering all farmers eligible under the PM Kisan Yojana on the portal through self-registration. For this registration, the Farmer ID number under the Farmer Registry has been made mandatory for the applicant from 1 January 2025. While applying through self-registration on the portal, the applicant will have to enter the Farmer ID number i.e., Farmer Registration Number. Farmers eligible for the PM Kisan Yojana can apply through the web portal or mobile application themselves or through a computer operator at the village level, but now farmer friends have to remember that the Farmer ID number is required for this.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *