T20માં ભારતની ઘરઆંગણે સૌથી મોટી હાર

ટીમ ઇન્ડિયા મુલ્લાંપુર સ્ટેડિયમમાં પોતાની પહેલી ઇન્ટરનેશનલ મેચ હારી ગઈ. સાઉથ આફ્રિકાએ બીજી ટી-20માં ભારતને 51 રનથી હરાવીને સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી. પ્રોટિયાઝે પહેલા બેટિંગ કરતા 213 રન બનાવ્યા, જેના જવાબમાં ભારતીય ટીમ 19.1 ઓવરમાં 162 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

મેચમાં ઘણા મોટા રેકોર્ડ અને રસપ્રદ મોમેન્ટ્સ જોવા મળી. ભારતને ઘરઆંગણે રનના હિસાબે સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. જસપ્રીત બુમરાહના પોતાની ટી-20 ઈન્ટરનેશનલ કારકિર્દીમાં પહેલીવાર એક ઇનિંગમાં 4 છગ્ગા લાગ્યા.

અર્શદીપ સિંહે એક ઓવરમાં 7 વાઇડ નાખ્યા, જેના કારણે તેમની ઓવર 13 બોલની થઈ ગઈ. જ્યારે તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામે ટી-20માં કુલ 27 છગ્ગા ફટકારીને ભારતીય બેટ્સમેનોમાં ટોપ સ્થાન મેળવ્યું.

પહેલી વખત બુમરાહને એક ઇંનિંગમાં 4 સિક્સ

જસપ્રીત બુમરાહને તેના T20I કરિયરમાં પ્રથમ વખત એક જ ઇનિંગ્સમાં ચાર છગ્ગા પડ્યા. આ તેની 82મી ટી-20 ઇન્ટરનેશનલ મેચ હતી. આ પહેલાં કોઈપણ મેચમાં તેને ત્રણથી વધુ છગ્ગા લાગ્યા ન હતા. તેનો અગાઉનો સૌથી ખરાબ રેકોર્ડ 2016માં વેસ્ટ ઇન્ડીઝ સામે હતો, ત્યારે તેને ત્રણ છગ્ગા પડ્યા હતા.

ભારતે મેચમાં 16 વાઈડ બોલ ફેંક્યા

ભારતે ગુરુવારે 16 વાઈડ બોલ ફેંક્યા, જે T20I ઇતિહાસમાં ટીમનો સંયુક્ત રીતે બીજો સૌથી ખરાબ દેખાવ છે. આ પહેલા ભારતે 2009માં મોહાલીમાં શ્રીલંકા સામે 17 વાઈડ ફેંક્યા હતા, જે હજુ પણ યાદીમાં ટોપ પર છે.

2018માં ચેન્નઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પણ ભારતે 16 વાઈડ નાખ્યા હતા. જ્યારે 2007માં ડરબનમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતીય બોલરોએ 15 વાઈડ ફેંક્યા હતા.

Related Posts

મારા પતિએ ક્યારેય વ્યસન કર્યું નથી, બાકીના ખેલાડીઓ વ્યસનમાં ફસાઈ જાય છે :- રીવાબા જાડેજા

ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની પત્ની અને ગુજરાતના મંત્રી રિવાબા જાડેજાએ કહ્યું છે કે તેમના પતિએ આજ સુધી કોઈ પણ પ્રકારનો વ્યસન કર્યું નથી. તેમણે દાવો કર્યો કે ટીમ ઈન્ડિયાના બાકીના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *