ગુજરાત ACBનો સપાટો; ડે. મામલતદાર-કમ-સર્કલ ઓફિસર કલોલ લાંચ લેતા ઝડપાયા
ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સર્કલ ઓફિસર અને નાયબ મામલતદાર રાકેશકુમાર સુથારીયાને ₹10,000ની લાંચ લેતા ઝડપ્યા હતા. એસીબીના જણાવ્યા અનુસાર, આરોપીએ સરકારી જમીનનો ખેતીના હેતુ માટે ઉપયોગ કરવા માટે ફરિયાદીની અરજી મંજૂર કરવા માટે હપ્તામાં ₹1,00,000ની માંગણી કરી હતી. લાંચ આપવા તૈયાર ન થતાં, ફરિયાદીએ તેમના ટોલ ફ્રી નંબર (1064) દ્વારા ACBનો સંપર્ક કર્યો. […]