
ફેક્ટરીમાં લાગેલી આગના કારણે ભારે ધુમાડા ફેલાયો દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી હાલ કોઈ જાનહાનીના સમાચાર નહીં


અંકલેશ્વર પાનોલી ઉદ્યોગિક વસાહતમાં આવેલ જલ એકવા કંપનીમાં લાગી ભીષણ આગ. જલ એકવા કંપનીમાં ડ્રમ ફાટતા બાજુના આવેલ BR એગ્રોટેક લિમિટેડ આવી આગની ઝપેટમાં બંને કંપનીમાં ભીષણ આગને પગલે કામદારોમાં નાસભાગ. ડ્રમ ફાટતા મુખ્ય માર્ગ પર કેમિકલના ઉડ્યાના દ્રશ્યો આવ્યા સામે પાનોલી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા પાણીનો અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા પાનોલી GIDC નજીક આવેલ સંજાલી ગામમાં દહેશતનો માહોલ ફેલાયો