
કડીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું. છત્રાલ રોડ પર આવેલા તપોવન કોમ્પ્લેક્સમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ સભાને સંબોધન કર્યું હતું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.