
ગીર સોમનાથમાં રાખેજ પાટિયા પાસે અકસ્માતનો મામલો ઘટનાને લઈ લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો પીએમ બાદ મૃતદેહોને રોડ પર રાખી વિરોધ

આ દરમિયાન આ અકસ્માતને લઇ ઘટનાસ્થળે ગ્રામજનોનું ટોળું એકઠું થયું હતું. એ જ સમયે ઓવરસ્પીડમાં વેરાવળથી કોડીનાર તરફ જઈ રહેલા ડમ્પરે રોડની સાઈડમાં અકસ્માત જોવા ઊભેલા પાંચથી વધુ લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ પીએમ બાદ મૃતદેહોને રોડ પર રાખી ચક્કાજામ કર્યો હતો.
