

નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું. 2001માં જીર્ણોદ્ધાર બાદ, 2025માં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આધુનિક સુવિધાઓ અને શૃંગારિક પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં બાર જ્યોતિર્લિંગના દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નવસારીના ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો અને અમલસાડ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
