
નવસારીના ચીખલી તાલુકાના સાદડવેલ ગામે ચીખલી, ખેરગામ, ધરમપુર, વાસંદા, ડાંગના આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન કાવેરી સુગરની જમીનની હરાજી કરવા માટે NCDC જાહેરાત કરાતા કાવેરી સુગરના સભાસદો ચિંતામાં મુકાયા છે…ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કાવેરી સુગરની હરાજી અટકાવી તેનું તાત્કાલિક નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી…NCDC દ્વારા કાવેરી સુગર ની હરાજી ની જાહેરાત કરવામાં આવી છે…ત્યારે 25 હજાર સભાસદો ધરાવતી કાવેરી સુગર કે જેમાં 19000 સભાસદો માત્ર ને માત્ર કાવેરી સુગર સાથે જ જોડાયેલા છે…કાવેરી સુગરની હરાજીથી વિસ્તારના આદિવાસીઓને મોટું નુકશાન થાય એમ છે…નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ચીખલ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપીને કાવેરી સુગરની હરાજી અટકાવવાની માંગ કરી છે અને જો તેમની આ માંગ પૂર્ણ કરવામાં ન આવે તો આગામી સમયમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે…..