

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીને હવે થોડા સમયની વાર છે. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકો સાથે પ્રચાર શરુ કરી દીધો છે. એવામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ પોતાની પાર્ટી સાથે ચૂંટણીમાં લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. મહેસાણા જિલ્લામાં કડી ખાતે શંકરસિંહ વાઘેલાએ રાજકીય બેટિંગ કરી હોવાનું સામે આવ્યું છે. કડી વિધાનસભા પેટા ચૂંટણી પહેલા જ પોતાની પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. શંકરસિંહ વાઘેલાએ કડી ખાતે તેમની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યાલય ઉદ્ધાટનના કાર્યક્રમમાં સભા દરમિયાન શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા. ગોધરાકાંડ,પુલવામાં,અક્ષરધામ જેવી ઘટનાઓ યાદ કરી બાપુએ ભાજપને આડે હાથ લીધી હતી.