
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ, દુદાસણ અને શિહોરી વચ્ચે આવેલ બનાસ નદીમાં બિનઅધિકૃત રેત ખનન થઈ રહ્યુ છે. જગ્યાએ એક પણ લીઝનો પરવાનો આપવામાં આવ્યો નથી. જે મામલે તંત્રના આંખ આડા કાન હોય તેમ લાગી રહ્યું છે. હિટાચી દ્વારા ખુલ્લેઆમ રેતની ચોરી થઈ રહી છે. માફિયાઓ રેતી ખનન કરી સરકારની તીજોરીને કરોડોનો નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યૂ છે.