
NDPS ગુના હેઠળ ઠાકરશી રબારીની અટકાયત સમગ્ર મામલે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા
બનાસકાંઠામાં કોંગ્રેસ આગેવાનની અટકાયત થઈ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠામાં ઠાકરશી રબારીની અટકાયત કરવામાં આવી છે. NDPS એક્ટના ગુના હેઠળ કોંગ્રેસના ખેડૂત આગેવાનની અટકાયત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ખેડૂત સંગઠનોમાં ઠાકરશી રબારીનું મોટું નામ હોવાથી રબારી સમાજ સહિત ચારે બાજુ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે સમગ્ર મામલે ભાજપ પ્રવક્તા ડો. યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે.