
ખેડૂતો કાંકરેજ ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચ્યા પાણીની માંગને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

ઉનાળાની કાળજાળ ગરમીનો પ્રારંભ થયો છે. તો એક તરફ સિંચાઈના પાણીની મુશ્કેલીને લઈને દિયોદર, લાખણી, કાંકરેજ અને ડીસા પંથકના ખેડૂત આગેવાનો કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશન ખાતે એકઠા થયા. જ્યાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની માગણી છે કે ઉનાળાની સિઝનને લઈને સુજલામ સુફલામ કેનાલોમાં પાણી છોડવામાં આવે.