
ભાવનગરનાં પાલીતાણાનાં હસ્તગીરી ડુંગર પર થોડા સમયે પહેલા આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ડુંગર પર લાગેલ આગની ઘટનાને લઈ ફાયર વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા આગ પર 72 કલાક બાદ કાબુ મેળવ્યો હતો. ડુંગરીયાળ વિસ્તાર હોઈ ફાયર વિભાગનાં વાહનો ઘટના સ્થળે પહોંચી શકે તેમ ન હોવાથી આગ વધુ પ્રસરી હતી. જંગલમાં નાના પશુ-પંખીઓ તેમજ વન્યજીવો વસવાટ કરતા હોવાથી વન્ય જીવ સૃષ્ટિ તેમજ પર્યાવરણને નુકસાન થતુ હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.