
સિલવાસા તમિલ સંગમ દ્વારા તમિલ નવા વર્ષની ઉજવણી નિમિત્તે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના પ્રાંગણમાં ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ “તમિલ ઇનિમઈ વિશેષ પત્તિમંડ્રમ” યોજાયો હતો. પત્તિમંડ્રમમાં વિખ્યાત વક્તાઓ વિમલા શિવનંદમ, સિંધુરી વિવેકલક્ષ્મી, સેલ્વકુમારન તથા નાગા મુથુવંડીયનએ ભાગ લીધો હતો. વક્તાઓએ હાસ્ય અને યથાર્થના સંગમથી દર્શકોને મન મોહી લીધા હતા. આ પ્રસંગે દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવના સચિવ, IAS, સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં તમિલ ભાષી સમુદાયના લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમના અંતે પરંપરાગત તમિલ ભોજન પીરસવામાં આવ્યું હતું.