
વઢવાણમાં માટીના માટલાની માગ અકબંધ માટલાનુ પાણી સ્વાસ્થ્ય માટે લાભદાયક દેશી ફ્રિજની આજે પણ માગ યથાવત

ઉનાળાની કાળજાળ ગરમીમાં ટેક્નોલોજી સામે ટકી રહેલા પરંપરાગત માટલાની માંગમાં વધારો જોવા મળ્યો. માટીના માટલામાં પાણી કુદરતી રીતે ઠંડુ થાય છે. અને તેનાથી પાચનક્રિયા સુધરે છે. તેમજ અન્ય સ્વાસ્થ્ય લાભો પણ થતા હોય છે. માટલા બનાવનારા કારીગરો માટે એકમાત્ર આ આવકનો સ્ત્રોત છે.