Gold Price Today: ધરખમ વધારા બાદ આજે સોનાનો ભાવ સ્થિર ! જાણો 22 અને 24 કેરેટની કિંમત

24 કેરેટ સોનાના ભાવમાં ગયા અઠવાડિયામાં 5,010 રૂપિયાનો મોટો વધારો થયો હતો. ત્યારે હવે આ મોટા વધારા બાદ આજે સોનાના ભાવ સ્થિર રહ્યા છે.

ગયા અઠવાડિયે દેશમાં સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે. 24 કેરેટ સોનાના ભાવમાં ગયા અઠવાડિયામાં 5,010 રૂપિયાનો મોટો વધારો થયો હતો. ત્યારે હવે આ મોટા વધારા બાદ આજે સોનાના ભાવ સ્થિર રહ્યા છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 95,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,840 પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે 10 રુપિયાનો મામૂલી ઘટાડો થયો છે.

જ્યારે અમદાવાદ, રાજકોટ , વડોદરા અને સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 95,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવ સ્થિર છે. આજે સોમવારે ચાંદી 1,10,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાઓ દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોવો જોઈએ અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટના કારણે સોનાના ભાવમાં પણ ફેરફાર જોવા મળે છે.

  • Related Posts

    ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે; તેઓ તેનો ઉકેલ લાવશે: ટ્રમ્પ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (૨૫ એપ્રિલ, ૨૦૨૫) કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને બંને દેશો “એક યા બીજી રીતે” પોતાને વચ્ચે જ તેનો ઉકેલ…

    Continue reading
    પહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો, એરલિયરના દાવા માટે ભારતીય ઇન્ટેલને દોષી ઠેરવ્યું

    મંગળવારે બપોરે પહેલગામના ઉપરના ભાગમાં આવેલા બૈસરન ઘાસના મેદાનોના ટ્રેકિંગ સ્વર્ગની આસપાસના ગાઢ જંગલોમાંથી નીકળેલા આતંકવાદીઓના જૂથ દ્વારા ઓછામાં ઓછા 26 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેમાં બે વિદેશી પ્રવાસીઓનો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *